
Virat Kohli record: વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં માત્ર 25 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28000 રન પૂરા કરી દીધા છે. કોહલીએ આ જાદુઈ આંકડો માત્ર 557 મેચની 624 ઈનિંગ રમીને હાંસલ કર્યો છે. આ સિદ્ધિ મેળવનારો તે દુનિયાનો માત્ર ત્રીજો ક્રિકેટર છે. આ પહેલા સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા આ રેકોર્ડ કરી ચૂક્યા છે.
