
T20 World Cup 2026 Ahmedabad: અમદાવાદમાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રમાનારા ICC મેન્સ T-20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સ્ટેડિયમ આવતા દર્શકોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચના દિવસો દરમિયાન મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી મોડી રાત્રે મેચ પૂરી થયા બાદ પ્રેક્ષકો સરળતાથી ઘરે પહોંચી શકે.
આ તારીખે રાત્રે મધરાત્રિ સુધી મળશે મેટ્રોની સુવિધા
વર્લ્ડ કપની મેચોના દિવસે મેટ્રો સેવાઓ લંબાવવામાં આવી છે.
