
અમદાવાદ : સોના-ચાંદીના બજારમાં આવેલા ભૂકંપ અને ઈક્વિટી માર્કેટની બેતરફી વધઘટની સાથે વિશ્વફલક પર અનેક સારા-નરસા સમાચારને કારણે ક્રિપ્ટો કરન્સી માર્કેટ છેલ્લા એક સપ્તાહથી કોહરામ મચ્યો છે. બિટકોઈન સહિતની અનેક ક્રિપ્ટોકરન્સીઓના ભાવ કડડભૂસ થતા ક્રિપ્ટો માર્કેટની કુલ માર્કેટ કેપિટલમાં અંદાજે ૫૦૦ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
કોઈનમાર્કેટકેપના ડેટા અનુસાર ૨૯મી જાન્યુઆરીથી ૩જી ફેબુ્રઆરી સુધીના આંકડાઓ પ્રમાણે ક્રિપ્ટો કરન્સીઓનું કુલ બજાર મૂલ્ય ૪૭૦ અબજ ડોલર કરતા વધુ ઘટી ગયું છે. ઓક્ટોબર, ૨૦૨૫ની ટોચેથી તો ક્રિપ્ટોમાર્કેટમાંથી ૧.૭ લાખ કરોડની સંપત્તિ સાફ થઈ ગઈ છે.
