ખબરદાર જમાદાર:પોલીસ બંદોબસ્તની નબળી કામગીરીથી IPS અધિકારીએ PIનો બરોબરનો ઉધડો લીધો, એક IPS અધિકારીને જ્યારે જવાબ આપવાના થાય એટલે ACPને આગળ ધરી દે

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. પોલીસ બંદોબસ્તની નબળી કામગીરીથી IPS અધિકારીએ PIનો બરોબરનો ઉધડો લીધો
એક બંદોબસ્ત દરમિયાન પોલીસની નબળી કામગીરી રહેતા IPS અધિકારીએ પીઆઇને ખખડાવ્યા હતા. તાજેતરમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની હાજરીમાં જ એક અધિકારીના બંગલા સુધી લોકો પહોંચી ગયા હતા. આ ઘટના બની ત્યારે પીઆઇ એક ગંભીર ઘટનામાં વ્યસ્ત હતા. આ ઘટનામાં IPS અધિકારીએ બંદોબસ્તમાં ઢીલ મૂકવા બદલ પીઆઇને ખખડાવ્યા હતા. જે બાદ બીજા કાર્યક્રમમાં અન્ય પોલીસ સ્ટેશનના પીઆઇને અને ટીમને પણ ઉચ્ચ અધિકારીની સૂચનાથી મોકલવામાં આવી હતી. જેથી અગાઉ જેવી ઘટના ન સર્જાય. એક IPS અધિકારીને જ્યારે જવાબ આપવાના થાય એટલે ACPને આગળ ધરી દે
એક એજન્સીમાં બદલી થઈને આવેલા IPS અધિકારીએ તેમના તાબા હેઠળના એક ACPને જ પ્રવક્તા બનાવી દીધા. નાનો હોય કે મોટો કેસ નવા આવેલા IPS અધિકારી મીડિયા સામે આવવાનું ટાળે છે. IPS અધિકારીની એજન્સી કામગીરી ખૂબ જ સારી કરે છે, પરંતુ જ્યારે જવાબ આપવાના આવે ત્યારે અધિકારી ACPને જ આગળ ધરી દે છે. અધિકારી સીધી રીતે લોકોને મળવાનું અને વાત કરવાનું ટાળે છે. જોકે, ACP પણ હવે રિટાયરમેન્ટના આરે છે, ત્યારે હવે IPS અધિકારીના નવા પ્રવક્તા કોણ બનશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. એક DCP એટલા પ્રકૃતિ પ્રેમી છે કે જ્યાં જાય ત્યાં એક વેલ તો સાથે જ રાખે અને ઉછેરે
એક DCPએ તેમની ચેમ્બરમાં જ વેલ ઉગાડી છે. DCPને કુદરતી સૌંદર્યનો શોખ છે અને અગાઉ તઓ કુદરતી સૌંદર્ય વચ્ચેના જિલ્લામાં જ ફરજ બજાવતા હતા, પરંતુ તેમની કોઈ કારણસર બદલી શહેરમાં કરવામાં આવી જેથી તેઓ નાખુશ છે. તેઓ જ્યાં જાય ત્યાં વેલ સાથે જ રાખે છે. DCP પોતાની કામગીરી સાથે વેલનું સમયસર ધ્યાન રાખે છે અને તેને ઉછેરે પણ છે. આ ઉપરાંત DCP પોતાનું કામ પણ સોશિયલ મીડિયામાં બિરદાવે છે. સોશિયલ મીડિયાની ટીમ રાખીને પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનની કામગીરી પણ બિરદાવે છે. લ્યો બોલો… એક પોલીસકર્મી પોતાની જ ગાડીમાં સ્પાની યુવતીઓને લઈને ફરે
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં નદી કિનારે મોટા પ્રમાણમાં સ્પા ચાલી રહ્યા છે. ત્યાંના એક પોલીસકર્મી પોતાની ગાડીમાં સ્પાની યુવતીઓને લઈને જાય છે. શહેરમાં કેટલાક સમયથી એજન્સી દ્વારા અનેક જગ્યાએ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ તળાવ પાસે ચાલી રહેલા સ્પા એક પોલીસકર્મીને કારણે બિન્દાસ્ત ધમધમી રહ્યું છે. આ પોલીસકર્મીનું વર્ચસ્વ માત્ર સ્પા પૂરતું જ નહીં પરંતુ તેમના પાડોશી પોલીસ સ્ટેશન કે જેની હદ રાજધાની સુધી જાય ત્યાં સુધી છે. પોલીસકર્મીની મહેરબાનીથી શહેરનો મુખ્ય રસ્તો જે રાજધાની સુધી જાય છે ત્યાં પણ સ્પા શરૂ થયા છે. પોલીસકર્મી પાન પાર્લર પાસેથી જ પોતાના કામ કાર પણ કરે છે. એક પીઆઇએ પોતાના માણસો ગોઠવવા જૂના પીઆઇના માણસોને દાઝમાં રાખી બદલી કરાવી
શહેરના એક પીઆઇની બદલી તો આવી ગઈ પરંતુ તેમની જગ્યાએ ચાર્જમાં આવેલા પીઆઇએ જૂના પીઆઇના માણસોને જાણ દાઝમાં રાખ્યા હોય તેમ બદલી કરાવી દીધી છે. પોલીસકર્મીને હેરાન કરવા પોલીસ સ્ટેશનથી દૂર કોર્ટ વર્ધી આપી દીધી હતી. જોકે, પોલીસકર્મીએ જ અંતે પીઆઇથી કંટાળીને પોતાની બદલીની ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી અન્ય જગ્યાએ કરાવી દીધી છે. પીઆઇએ જૂના માણસોને તગેડીને નવા માણસોની પણ નિમણૂક કરી દીધી છે. પીઆઇના નવા માણસો હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. જેને લઈને હોટલ માલિક પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. પોલીસની વ્યાજખોરો સામે કાર્યવાહી વચ્ચે જ એક પોલીસકર્મીએ વ્યાજનો ધંધો જમાવ્યો
અમદાવાદના એક પોલીસકર્મી પોતાના વગથી વ્યાજનો ધંધો કરે છે. એક તરફ વ્યાજખોરી પર પોલીસ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ પોલીસકર્મી જ રોજેરોજની ચોપડી પર વ્યાજખોરીનો કારોબાર કરી રહ્યો છે. પોલીસકર્મી સામાન્ય લોકોને તો વ્યાજે પૈસા આપે છે પણ બૂટલેગરોને પણ વ્યાજે રૂપિયા આપે છે. બૂટલેગરો પાસેથી ચોપડી પર રોજેરોજનું વ્યાજ વસૂલે છે. જોકે, થોડા સમયથી જ પોતાને સત્તા મળી હોવાથી પોલીસકર્મી વ્યાજનો ધંધો હવે બિન્દાસ્ત કરી રહ્યો છે. છે પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પરનો ડ્રાઈવર પણ કોઈની મજાલ નથી કે એને રોકી શકે
નદી કિનારા પાસેના પોલીસ સ્ટેશનનો કરાર આધારિત કોન્ટ્રાક્ટ પરનો ડ્રાઈવર પોલીસના નામનો રોફ તો જમાવે છે સાથે પોલીસની ગાડીનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કરે છે. કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરનો પાવર સાતમા આસમાને હોય તેમ તે પોલીસકર્મીઓને તું તારાથી બોલાવે છે. એટલું જ નહીં રોડ પર દંડો લઈને પોલીસની જેમ ઊભો રહી લોકોને રોકીને ડરાવે ધમકાવે પણ છે. અગાઉના પીઆઇનો વહીવટ કરતો હોવાની પણ ડંફાસ મારતો ફરે છે. જોકે, હાલમાં ફરજ બજાવતા પીઆઇ પણ આ કર્મચારીને રોકી શક્યા નથી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *