‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે રેલી:પત્ની, પુત્ર-પુત્રીની હત્યા કરનાર વન અધિકારીને ફાંસીની માંગ સાથે રબારી સમાજની કેન્ડલ માર્ચ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

ભાવનગરમાં ત્રણ દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા કાપોદ્રા વિસ્તાર ખાતે એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સમાજે હત્યારા પર ફીટકાર વરસાવ્યો હતો. શરમથી માથું નીચું ઝૂકાવી ચાલવું પડે છે
ઉકાભાઈ ખાંભલિયા(સમાજ અગ્રણી)એ જણાવ્યું હતું કે, આ ખૂબ જ નિંદનીય ઘટના છે. અમારે શરમથી અમારું માથું નીચું ઝૂકાવીને ચાલવું પડે છે. આ એક એવી ઘટના ઘટી છે. એટલે અમે તો કોઈ દિવસ માફ કરવાના નથી, સમાજ પણ માફ કરવાનો નથી. જે દોષિત છે એને પહેલા એકત્રિત પુરાવા કરી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *