ખાદ્યપદાર્થો-પાણીમાં ભેળસેળનો પર્દાફાશ:રાજકોટ મનપાએ લીધેલા ઢોસાનું 'બટર', કપાસિયા તેલ, પનીર અને પાણીનાં નમુના પરીક્ષણમાં ફેઈલ, વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા 4 ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેઈલ) જાહેર થયા છે. આ ફેલ થયેલા નમૂનાઓમાં “સીધેશ્વર ઢોસા” માંથી લેવાયેલું “બટર (લુઝ)”, “ગાયત્રી મદ્રાસ કાફે” માંથી લેવાયેલું “ANMOL SUPER REFINED KAPAASIYA TEL”, “શ્યામ ડેરી પ્રોડક્ટસ” માંથી લેવાયેલું “SAVARIYA LOW FAT PANEER” અને “CRYTAL BEVERAGES” નું “‘BILLKING’ PACKAGED DRINKING WATER” સામેલ છે. આ તમામ ધંધાર્થીઓ સામે હવે એજયુડિકેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફેઈલ થયેલા નમૂનાઓની વિગત 1. “બટર (લુઝ)” – સીધેશ્વર ઢોસા, નાનામવા સર્કલ:નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ પર આવેલા “સીધેશ્વર ઢોસા” ના સ્થળેથી લેવામાં આવેલા “બટર (લુઝ)” ના નમૂનાનો પૃથ્થકરણ રિપોર્ટ નિષ્ફળ ગયો છે. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, આ નમૂનામાં B.R.READING AT 400 C અને મિલ્ક સોલીડ નોટ ફેટ ની માત્રા નિર્ધારિત ધારાધોરણ કરતાં વધુ મળી આવી છે. આ ઉપરાંત, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી હતી અને તેમાં તીલ ઓઇલની હાજરી પણ મળી આવી હતી. આ ગેરરીતિઓના કારણે આ નમૂનાને “સબસ્ટાન્ડર્ડ” (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે. 2. “ANMOL SUPER REFINED KAPAASIYA TEL” – ગાયત્રી મદ્રાસ કાફે, જૂનો મોરબી રોડ:જૂના મોરબી રોડ પર, કાર્તિક પાર્ટી પ્લોટ પાસે, તીર્થ એપાર્ટમેન્ટ સ્થિત “ગાયત્રી મદ્રાસ કાફે” માંથી લેવાયેલ “ANMOL SUPER REFINED KAPAASIYA TEL (FROM 15 KG PKD TIN)” નો નમૂનો પણ “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં આ નમૂનામાં B.R.READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ મળી હતી. સૌથી મહત્ત્વનું, કોટન સીડ ઓઇલના ટેસ્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી મળી આવતા આ નમૂનો નિષ્ફળ જાહેર કરાયો છે. 3. “SAVARIYA LOW FAT PANEER” – શ્યામ ડેરી પ્રોડક્ટસ, કોઠારીયા રોડ:કોઠારીયા રોડ, વિવેકાનંદનગર, શેરી નં. 9 ખૂણા પર આવેલી “શ્યામ ડેરી પ્રોડક્ટસ” માંથી લેવામાં આવેલા “SAVARIYA LOW FAT PANEER (FROM 5 KG PKD)” ના નમૂનામાં પણ ભેળસેળ મળી આવી છે. આ નમૂનાના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ મળી આવ્યું હતું, તેમજ રીચર્ટ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી નોંધાઈ હતી, જેને પગલે તેને “સબસ્ટાન્ડર્ડ” (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે. 4. “‘BILLKING’ PACKAGED DRINKING WATER” – CRYTAL BEVERAGES, માંડા ડુંગર:પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા-1, શેરી નં. 1, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે આવેલ “CRYTAL BEVERAGES” માંથી લેવાયેલું “‘BILLKING’ PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE)” નું સેમ્પલ પણ ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ ગયું છે. રિપોર્ટ અનુસાર, આ નમૂનામાં એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાનું જણાયું હતું, જેના આધારે તેને “સબસ્ટાન્ડર્ડ” (ફેઈલ) ઘોષિત કરવામાં આવ્યું છે. માંડા ડુંગર-આજીડેમ વિસ્તારમાં 22 ધંધાર્થીની તપાસ આજરોજ ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે શહેરના માંડા ડુંગર અને આજીડેમ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન કુલ 19 ખાદ્ય ચીજોના નમૂનાની સ્થળ પર ચકાસણી પણ કરવામાં આવી હતી. દરમિયાન કુલ 12 ધંધાર્થીઓ પાસે ફૂડ લાઈસન્સ નહીં હોવાનું માલૂમ પડ્યું હતું, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે લાઈસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવી હતી. લાઈસન્સ બાબતે સૂચના મળેલ ધંધાર્થીઓ (1) એમ. ડી. માર્ટ, (2) જય ખોડિયાર ફરસાણ, (3) ખાટુ શ્યામ દાળ પકવાન, (4) શક્તિકૃપા ફરસાણ, (5) દ્વારકેશ ડેરી ફાર્મ, (6) રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, (7) યશશ્વિ પ્રોવિઝન સ્ટોર, (8) ધાર્મિ મેડિસિન્સ, (9) શ્રી ગણેશ મેડિકલ સ્ટોર, (10) બાલાજી ખમણ, (11) ગોકુલ કેરીનો રસ અને (12) મિલન ખમણ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *