વાંસદા તાલુકાના મનપુર ગામના સાવર ફળિયામાં એક ખેડૂતના જીવનધારા યોજના હેઠળ બનેલા કૂવો અચાનક ધરાશય થતા ખેડૂતને ખેતીમાં પિયત માટે પાણી નહીં મળતા હાલત કફોડી બની છે. વાંસદા તાલુકાના મનપુર ગામના સાવર ફળિયામાં રહેતા જશુભાઈ નાગજુભાઈ ભોયાનો જીવનધારા યોજના હેઠળ કૂવો બનાવવામાં આવ્યો હતો. આ કૂવો અચાનક ધરાશય થતા ખેડૂતની હાલત કફોડી બની હતી. કૂવો ધસી જતા ખેડૂતને ખેતરમાં પિયત માટે પાણી પૂરું પાડવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મોટર સહિત કૂવાના પાણીમાં ડૂબી જતા પાણી નીકળતું નથી. જેથી ખેડૂત જશુભાઈ ભોયાએ તાલુકા આયોજન સહ વિકાસ અધિકારી સહિત અન્ય ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી.
ખેડૂતોની હાલત કફોડી બની:વાંસદાના મનપુર ગામે જીવનધારા યોજના હેઠળ બનેલો કૂવો ધરાશય
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
