
Gujarat Weather Update: ગુજરાતમાં બદલાતા હવામાન વચ્ચે હવે શિયાળો ધીમે-ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાતા ઉનાળાનો અહેસાસ થશે. આ દરમિયાન ત્રણ સિસ્ટમ સક્રિય બનવાથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે(18 ફેબ્રુઆરી, 2026) ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે.
