ખેલ મહાકુંભમાં વડોદરાના કાવ્ય સક્સેનાએ લોન ટેનિસમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

📅 Published: January 12, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા જિલ્લાના લોન ટેનિસ ખેલાડી કાવ્ય સક્સેનાએ રાજ્યસ્તરીય ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. ગઈ તા.10 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બોયઝ અંડર-14 કેટેગરીમાં કાવ્યે બ્રોન્ઝ મેડલ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 

આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કાવ્યે ઉત્તમ પ્રદર્શન કરીને આ સફળતા મેળવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *