ખોરાક શાખાની ટીમનું ચેકિંગ:સુરસાગર પાસે પાણીપૂરી વેચતા ઠેલા પર ચેકિંગ, બટાકા-પાણીનો નાશ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

શહેરના સુરસાગર તળાવ પાસે પાણીપૂરીનું વેચાણ કરતા ઠેલા પર પાલિકાની ખોરાક શાખાની ટીમે સોમવારે સાંજે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ખોરાક શાખાની ટીમે બટાકાનો અખાદ્ય જથ્થો તેમજ પાણીપૂરીના પાણીને ગટરમાં નાખી નાશ કર્યો હતો. બીજી તરફ ખોરાક શાખાની ટીમે ન્યૂ સમા રોડ, દાંડિયાબજાર, પ્રતાપનગર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, ગોરવા, સમતા, અલકાપુરી સહિતના વિસ્તારમાં 20 યુનિટ પર ચેકિંગ કર્યું હતું. જેમાં ટીમે તુવેર દાળ, મસાલા, તેલ, સેવ, પનીર ટીક્કા મસાલા અને લોટના 6 નમૂના લઇને તેને તપાસ સાથે મોકલી આપ્યા છે. આ કામગીરી દરમિયાન ગંદકી ધ્યાને આવતાં ખોરાક શાખાએ સ્વચ્છતા જાળવવા માટે નોટિસ આપી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *