ગટરનું ટેન્કરનું દૂષિત પાણી છોડતાનો વીડિયો વાયરલ:ગોધરામાં લક્ષ્મી પાર્ક સોસાયટી પાસે ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવતાં દુર્ગંધ

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

ગોધરાની સરકારી પોલીટેકનીક કોલેજ રોડ પરની સોસાયટી પાસે ખુલ્લી જગ્યામાં ડ્રેનેજના ટંદા પાણી ટેન્કરથી ઠાલવતા હોવાની વિડીયો વાઇરલ થયો હતો. ડપટના ગંદા પાણી ખુલ્લામાં ઠાલવતા દુગંર્ધથી સ્થાનિક રહીશો પરેશાન થયા છે. ગોધરાની સરકારી પોલી ટેકનીકલ કોલેજ રોડ પરની મેસરી નદીના નજીકની લક્ષ્મીપાર્ક સોસાયટી પાસે ખુલ્લી જગ્યા આવેલી છે. આ ખુલ્લી જગ્યામાં શહેરનો કચરા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવે છે. કચરોના લીધે દુગંધ ફેલાતા સ્થાનિક રહીશો ત્રાહીમામ થઇ ગયા છે. ત્યારે ખાનગી ટેન્ડર દ્વારા ડ્રેનેજ ગટરના દુષિત પાણી ઠાલવવા આવ્યુ હતું.શહેરના રહેણાક વિસ્તાર નજીક ડ્રેનેજ ગટર નુ ગંદુ પાણી ટેન્કર દ્વારા ઠાલવવામાં આવતું હોવાના વિડિઓ વાઇરલ થયો હતો. સ્થાનિક દ્વારા વિડીયો ઉતારીને વાઇરલ કર્યો હતો. ખાનગી ટેન્કર માલિક ડપટના ગંદા પાણી ખુલ્લી જગ્યામાં ઠાલવતો હતો.ગંદુ પાણી ઠલવાતા નજીકમાં આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશો અસહ્ય ગંદકી થી પરેશાન થઈ રહ્યા છે. જવાબદાર પાલિકા તંત્ર દ્વારા વોચ ગોઠવીને આવા તત્વોને પકડવામાં આવે તેવી માગ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *