ગર્વની વાત:ઉમેદપુરા પ્રાથમિક શાળાને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

લીમખેડા તાલુકાની દુધિયા પગાર કેન્દ્રની ઉમેદપુરા પ્રા.શાળાના આચાર્ય રીટાબેન પટેલે શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાને પોલીથીન પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે. જુન 2025થી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અભિયાનનો મુખ્ય હેતુ બાળકો જન્મદિવસ નિમિત્તે ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવીને પક્ષીને આપે, બાળકના જન્મ દિવસે બાળકને આચાર્ય તરફથી કૂંડા સાથે ઔષધિય વનસ્પતિનો છોડ અને કાપડની થેલી આપવામાં આવે છે. ઘરે નકામુ પ્લાસ્ટિક એકત્ર કરે અને શાકભાજી સહિત ખરીદી માટે કાપડની થેલીનો ઉપયોગ કરે તેવા સંદેશાનો પ્રચાર પ્રસાર કરાયો હતો. જેમાં બાળકોને ચોકલેટના બદલે ફ્રુટ જેવા કે, જામફળ, સરફરજન, કેળાની વહેચણી કરી બાળકોના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી બાળકોના દાંત સહિત આરોગ્યની જાળવણી થયાનુ જોવા મળ્યં હતું. પ્લાસ્ટિકની નકામી એકત્ર કરવામાં આવેલી બોટલો દ્વારા ગાર્ડનીંગમાં ઉપયોગ કરી ઇકો ક્લબની સુંદર કામગીરી કરવામાં આવી હતી. પર્યાવરણ જાળવણી માટે હાથ ધરવામાં આવેલા આ અભિયાનને સફળતા મળી અને અભિયાન બાદ શાળાને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ચોકલેટ, પડીકા, કે પ્લાસ્ટિક બંધ કરી શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે. તારીખ 16 નવેમ્બર’2025 ના રોજ ઉમેદપુરા પ્રાથમિક શાળાનો ગૌરવ દિવસ પ્લાસ્ટિક મુક્ત અભિયાન વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેથી આચાર્ય રીટાબેન પટેલનું મદદનીશ સચિવ પુલકિતભાઇ જોશીના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *