ગર્વની વાત:સેન્ટર મેરી સ્કૂલના 2 , બારિયા રત્નદીપ સ્કૂલની 1 વિદ્યાર્થિનીની પસંદગી

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

દાહોદની સેન્ટ મેરીઝ સ્કૂલના બે તેજસ્વી વિદ્યાર્થીઓ અને દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિની ઈસરોમાં 10 દિવસ માટે પહોચ્યા છે. અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા દાહોદની સેન્ટ મેરીઝ સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહના બે તેજસ્વી વિદ્યાર્થીઓ ધો. 11 અભ્યાસ કરતા હર્ષિત આહેલાણી અને વદન બંદુકવાલાની પસંદ તથા દેવગઢ બારીયાની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મિત્તલ દિનેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે. આ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હાલમાં 15 નવેમ્બર થી 23 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં ખાતે SAC-ISRO કેમ્પસમાં યોજાયેલા રહેણાંક કાર્યક્રમમાં દાહોદ જિલ્લાનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ સઘન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહ ટેકનોલોજી અને સંશોધનના વિવિધ પાસાઓ વિશે ઊંડું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન મેળવી રહ્યા છે, જે તેમના ભવિષ્યના વૈજ્ઞાનિક માર્ગ માટે પાયારૂપ બની રહેશે. ISRO જેવી વિશ્વની અગ્રણી સંસ્થાના કેમ્પસમાં પ્રત્યક્ષ તાલીમ મેળવવી એ વિદ્યાર્થીઓ માટે એક દુર્લભ અને પ્રેરણાદાયી અનુભવ છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં વૈજ્ઞાનિકો સાથે મુલાકાત લેશે અવકાશીય ટેકનોલોજી સંશોધન ભાવિ મિશન રોજિંદા જીવન પર અવકાશીય ટેકનોલોજીની અસર અને સ્ટેમ કારકિર્દી પ્રોત્સાહિત કરવાના અનેક મુદ્દાઓ અંગે માહિતગાર થશે અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ અંગે વાકેફ થશે. જોકે આ કાર્યક્રમ સંપૂર્ણ રાજ્યમાંથી માત્ર 91 વિદ્યાર્થીને સ્થાન મેળવ્યું છે. જેમાં દાહોદની સેન્ટ મેરી સ્કૂલ તથા દેવગઢ બારીયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ જિલ્લાનું નામ રોશન કર્યું તે બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. વદન બંદુકવાલા, હર્ષિત આહેલાણી અને મિત્તલ પટેલનો ફોટો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *