ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. બેઠક દરમ્યાન રાજ્યના અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા થવાની છે. સૂત્રો મુજબ બેઠકમાં મુખ્યત્વે ટેકાના ભાવે ખરીદીની હાલની સ્થિતિ અને ખેડૂતોને આપવામાં આવતા કૃષિ સહાય પેકેજ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના પ્રભાવ અને ખેડૂતોને મદદરૂપ થવા માટેના નવા પગલાંઓ અંગે પણ વિચારણા થઈ શકે છે. ‘ચિંતન શિબિર’ અંગેની તૈયારીઓ અને એજન્ડા પર બેઠક
તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવનારા કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા પણ બેઠકમાં થશે. રાજ્યભરમાં યોજાનાર એકતા યાત્રા સહિતના અન્ય સરકારી કાર્યક્રમોની પ્રગતિ અને આયોજન અંગે પણ ચર્ચા થવાની છે. રાજ્ય સરકારે આગામી સમયમાં યોજાનારી ‘ચિંતન શિબિર’ અંગેની તૈયારીઓ અને એજન્ડા પર પણ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરશે. મહત્વપૂર્ણ નિર્ણયો અને આયોજન સાથેની આ બેઠક પર સમગ્ર રાજ્યનું ધ્યાન કેન્દ્રિત રહેશે.
ગાંધીનગરમાં CMની આગેવાનીમાં આજે કેબિનેટ બેઠક મળશે:ખેડૂતોને આપવામાં આવતા કૃષિ સહાય પેકેજ અંગે સમીક્ષા થઈ શકે છે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
