
Gandhinagar Medical College Ragging Case : ગાંધીનગરની એક મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગની ગંભીર ઘટના સામે આવતા રાજ્યના તબીબી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ થર્ડ યરના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે અને સેકન્ડ યરના અન્ય વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
CCTV ફૂટેજથી થયો ખુલાસો
હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા કોલેજ તંત્ર સક્રિય થયું હતું. તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીને હેરાન કરીને માનસિક ત્રાસ આપતા હોવાનું સ્પષ્ટ થયું હતું.
