
Gandhinagar News : ગાંધીનગર નજીક આવેલા સુઘડની વસાહતમાં રહેતો યુવાન બિલ્ડર ત્રણ દિવસ અગાઉ લાપતા થયા બાદ તેની કાર રાયપુર નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી અને તેમાં અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. જેના આધારે પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જોકે, આજે(28 જાન્યુઆરી) યુવકનો મૃતદેહ કડી કેનાલમાંથી મળી આવ્યો છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના યુવકનો મૃતદેહ કડીથી કેનાલમાંથી મળ્યો
મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન ગત 12 જાન્યુઆરીના રોજ થયા હતા.
