ગીર સોમનાથના તાલાલા નપાની રોડના કામને લઈ બેદરકારી, જુઓ Video

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ આખા મામલાને ઉજાગર કર્યો છે, કોન્ટ્રાકટર એજન્સી એન્જી.ની સૂચનાને અવગણી મનસ્વી રીતે રોડ બનાવી નાખ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

તાલાલા નગરપાલિકામાં રોડના કામમાં ગંભીર લાપરવાહી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે વીજ પોલ્સ દૂર કર્યા વગર જ રસ્તો બનાવી નાખ્યો, જેનાથી નાગરિકોની સુરક્ષા પર મોટો પ્રશ્ન ઉભો થયો છે. જાગૃત નાગરિક માલદે સોલંકી દ્વારા બનાવાયેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો, માલદે સોલંકી એ પાલિકામાં ચાલતા વિકાસના નામે ચાલતી લાપરવાહીને ઉજાગર કરી ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું માત્ર નોટિસ આપવાથી જવાબદારી પૂરી થાય?

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પાલિકાતંત્ર સુધી પહોંચ્યો અને પાલિકા તંત્રને દોડધામ કરવી પડી પાલિકા ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે એન્જિનિયરની સૂચના હોવા છતાં કોન્ટ્રાક્ટર એજન્સી કે.વી.બારડે પોલ્સ દૂર કર્યા વગર જ કામ પૂર્ણ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ કોન્ટ્રાક્ટર કે.વી. બારડ દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. હવે પાલિકાએ કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારી છે અને સંબંધિત કામનું બિલ પણ અટકાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Junagadhમાં મહાશિવરાત્રિ પર્વને લઈ ભકતોમાં ઉત્સાહ, મેળાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓનો ધસારો, જુઓ Video

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *