
33 GAS officers Promotion: રાજ્યના મહેસૂલ વિભાગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
પગાર ધોરણમાં મોટો ઉછાળો
નોટિફિકેશન મુજબ, આ અધિકારીઓને અત્યાર સુધી મળી રહેલા ‘સિનિયર સ્કેલ’ (પે-મેટ્રિક્સ લેવલ-12, ₹78,800 – 2,09,200) માંથી પ્રમોશન આપીને ‘સિલેક્શન સ્કેલ’ (પે-મેટ્રિક્સ લેવલ-13) માં મૂકવામાં આવ્યા છે.
