
Rajasthan Accident: રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.
બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
