
Gujarat Education Department: રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે સરકાર દ્વારા મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને હવે સંપૂર્ણપણે ડિજિટલ બનાવી ‘ઈ-સરકાર’ પોર્ટલ હેઠળ આવરી લેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. હવેથી શાળાઓના કમિશનરની કચેરી ખાતે કોઈપણ પત્રવ્યવહાર કે ફાઈલ હાર્ડ કોપીમાં સ્વીકારવામાં આવશે નહીં.
હવે માત્ર ‘ઈ-સરકાર’ પોર્ટલ જ ચાલશે
શાળા કમિશનર કચેરી દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, તમામ વહીવટી અને શૈક્ષણિક કામગીરી હવે ડિજિટલ ફોર્મેટમાં જ કરવાની રહેશે.
