
Rahul Gandhi Slams BJP Over SIR: લોકસભામાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ SIR મામલે ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતમાં SIRની પ્રક્રિયામાં ગરબડ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ જાણીજોઇને કોંગ્રેસના વૉટર્સના નામ મતદાર યાદીમાંથી કાપી રહ્યું છે.
ગુજરાતમાં વોટ ચોરીનું કાવતરું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જ્યાં જ્યાં SIR, ત્યાં ત્યાં વોટ ચોરી.
