
Gujarat Farmers News: રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતો પાસેથી વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો આગામી 13 ફેબ્રુઆરીથી 05 માર્ચ, 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ‘ઈ-સમૃદ્ધિ’ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. આ નોંધણી પ્રક્રિયા VCE દ્વારા આધાર ઓથેન્ટીકેશનના માધ્યમથી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ચણા માટે પ્રતિ મણ રૂ. 1,175 (રૂ.
