
Porbandar News : ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાના આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા પર ગુજરાત એટીએસ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે.
ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન
ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે.
