
Gujarat Weather: ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ પારો ગગડીને 9.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે રાત્રિના સમયે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
