
Gandhinagar News: ગુજરાતમાં હાલ મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એટલે કે SIR (Special Interactive Revision)ની પ્રક્રિયા ચાલી રહી છે. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ જે રીતે હજારો નામો કમી થયા છે, તેને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને રાજ્યભરમાં ‘ગોલમાલ’ના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ ગરમાગરમ માહોલ વચ્ચે વર્ષ 2002ની SIR પ્રક્રિયાના ચોંકાવનારા આંકડા એક RTI (માહિતી અધિકાર) દ્વારા સામે આવ્યા છે, જે વર્તમાન સ્થિતિ સાથે મોટો તફાવત દર્શાવે છે.
2002નું ગણિત: કમી ઓછા થયા, ઉમેરો બમણો થયો
RTIમાં મળેલી વિગતો મુજબ, 2001-02માં ચાલેલી SIR પ્રક્રિયા લગભગ 7 મહિના સુધી ચાલી હતી.
