
Gujarat Budget 2026: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ‘વાવણીથી વેચાણ સુધી’ ખેડૂતોની પડખે રહેવાના સંકલ્પ સાથે સરકારે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરી છે. ખાસ કરીને સિંચાઈ સુવિધાઓના વિસ્તાર અને ગૌવંશના સંરક્ષણ માટે બજેટમાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
ખેડૂતો માટે આર્થિક કવચ અને ટેકાના ભાવ
સરકારે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ₹11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના 33 લાખ ખેડૂતોને મળશે.
