
Bomb threats to courts: ગુજરાત બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. ગુરુવારે (આઠમી જાન્યુઆરી) બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોની હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. સાવચેતીના ભાગરૂપે તમામ કોર્ટ પરિસરો ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
બિહારના પટના સિવિલ કોર્ટમાં RDX હોવાની ધમકી
બિહારમાં પટના, ગયા અને કિશનગંજ જિલ્લા અદાલતોને નિશાન બનાવવામાં આવી છે.
