
Self Destruction in Gujarat University hostel: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આજે(6 ફેબ્રુઆરી) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની ગેસ્ટ હાઉસમાં બોટાદથી NSS (નેશનલ સર્વિસ સ્કીમ) ના કેમ્પમાં ભાગ લેવા આવેલી 21 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે, કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
