
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ‘પાર્ટી-ઇન-પર્સન’ તરીકે હાજર રહી પોતાની માતૃભાષા ગુજરાતીમાં દલીલો કરવાની મંજૂરી માંગતી પક્ષકારની રિટ અરજી અદાલતે ફગાવી દીધી છે. જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ આ મામલે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, હાઈકોર્ટની અધિકૃત ભાષા અંગ્રેજી હોવાથી તમામ ન્યાયિક કાર્યવાહી અને દલીલો માત્ર અંગ્રેજીમાં જ થવી જોઈએ. અદાલતે વધુમાં ઉમેર્યું કે, કાયદાકીય જોગવાઈઓ મુજબ અન્ય કોઈપણ ભાષામાં રજૂઆત કરવાની પરવાનગી આપી શકાય નહીં.
હાઈકોર્ટમાં ભાષાના આધારે ન્યાયિક લડાઈ
