ગૂંથલી તાલુકા પંચાયત બેઠકમાં ગાબડું, ફેલસાણીના 80 યુવાનો ભાજપમાં જોડાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • લોકસભાની ચૂંટણી પૂર્વે બાલાસિનોરમાં કેસરિયો
  • લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરાવો વ્યાપી જવા પામ્યો
  • નાગરીકોને ભાજપનો કેસરીયો ખેંસ ધારણ કરાવી ભાજપમાં આવકાર્યા

કોગ્રેસનો ગઢ માનવામાં આવતી બાલાસિનોર તાલુકા પંચાયતની ગુંથલી સીટ ક્ષેત્રમાં ભાજપે આજે મોટુ ગાબડું પાડતા બાલાસિનોર સહિત જીલ્લામાં ભૂકંપ સર્જાયો છે. બાલાસિનોરના સલિયાવડી દરવાજા વિસ્તારમાં યોજાયેલ 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના લોકસંપર્ક કાર્યક્રમમાં વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી અને અમુલ ડેરીના ડીરેકટર રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતામાં ફેલસાણી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, પૂર્વ ડેરીના ચેરમેન, શિક્ષક સહિત 80 જેટલા યુવાનોએ ઠાકોર સેનાના કાર્યકરોએ ભાજપનો કેસરીયો કરી લેતા લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરાવો વ્યાપી જવા પામ્યો છે.

આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ પાઠક, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિત જીલ્લા અને તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં 80 જેટલા ફેલસાણી ગ્રામ પંચાયતના ઠાકોર સેનાના કાર્યકરો નવ યુવાનો સહિત ગામના વરિષ્ટ નાગરીકોને ભાજપનો કેસરીયો ખેંસ ધારણ કરાવી ભાજપમાં આવકાર્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *