ગોત્રી ઇસ્કોન રોડ પર વૃદ્ધાનો અછોડો લૂંટનાર સ્કૂટર સવાર ત્રણ અછોડાતોડ પકડાયા

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા ગોત્રી વિસ્તારમાં ગઈકાલે બપોરે વૃદ્ધાનો અછોડો લૂંટનાર ત્રણ અછોડાતોડને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. 

ગોત્રી ઇસ્કોન રોડ ઉપર ગઈકાલે બપોરે 78 વર્ષીય મહિલા ચાલતી જતી હતી તે દરમિયાન સ્કૂટર ઉપર આવેલા ત્રણ જણા પૈકી એક જણાએ તેમના ગળામાંથી દોઢ તોલાનો અછોડો લૂંટી લીધો હતો. બનાવને પગલે બુમરાણ મચી હતી પરંતુ અછોડા તોડ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. 

બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ ની ત્રણ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ સહિતના સોર્સ મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *