ગોધરામાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપવા કલેક્ટરને આવેદન:ભારત વિકાસ પરિષદે આદિવાસી વિકાસ ફાઉન્ડેશનની દરખાસ્તને સમર્થન આપ્યું

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગોધરા-દાહોદ રોડ પર આવેલી પરવડી ચોકડી ખાતે ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવા અને સ્થળનું નામકરણ કરવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. હાલ દેશભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આ નિમિત્તે ગોધરાના આદિવાસી વિકાસ ફાઉન્ડેશન દ્વારા પરવડી ચોકડી પર પ્રતિમા મુકવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને ભારત વિકાસ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આવેદનપત્રમાં વહીવટી તંત્ર દ્વારા દેશની આઝાદી અને ધર્માંતરણ સામે લડનાર બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરવાની વહેલી તકે મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભવાનીશંકર ત્રિપાઠી, મંત્રી અરવિંદસિંહ સિસોદિયા, પ્રકાશભાઈ દીક્ષિત, વિનાયક શુક્લ, દેવલભાઈ શાહ, અર્પિતભાઈ જોશી અને કૃણાલ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *