સુરેન્દ્રનગર જોરાવરનગરના યુવા વોલીબોલ ખેલાડી રાણા રુદ્રસિંહ જયદિપસિંહએ SGFI સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા અંડર-19 વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં સ્થાન મેળવ્યું છે. મૂળ ગામ વણાના અને હાલ જોરાવરનગર ખાતે રહેતા રુદ્રસિંહ હાલ નડિયાદ વોલીબોલ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેમના વોલીબોલ પ્રવાસની શરૂઆત માત્ર 8 વર્ષની ઉંમરે થઈ હતી. તેઓએ સુરેન્દ્રનગરની સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબમાં કોચ યશપાલસિંહ ઝાલા પાસેથી તાલીમ લેવાની શરૂઆત કરી હતી. રુદ્રસિંહે અગાઉ પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેમણે ખેલ મહાકુંભની સુરેન્દ્રનગર જિલ્લાની અંડર-14 વિભાગની સ્ટેટ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં, ગુજરાતની ટીમમાં તેમની પસંદગી બાદ, તેઓ મધ્યપ્રદેશ ખાતે યોજાઈ રહેલી રાષ્ટ્રીય કક્ષાની અંડર-19 વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા છે. તેમની આ સિદ્ધિ બદલ સેવન સ્ટાર ક્લબના સભ્યો, ખેલાડીઓ અને રમતગમત પ્રેમીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. એક્સપર્ટ
તેમની એટેકિંગ રમત સારી છે
રાણા રૂદ્રસિંહ 5 વર્ષની ઉંમરના હતા ત્યારથી તેમના પિતા પણ વોલીબોલ રમતના શોખ હોવાથી તેમની સાથે રમવા આવતા હતા. નાનપણથી રમત પ્રત્યે હાઇટ સારી હોવાથી સારી લગનથી મહેનત કરી રમી રહ્યા છે. વોલીબોલની રમતમાં સ્કોરિંગ માટે મહત્વનું હોય છે એટેકીગ રમત. રૂદ્રસિંહ સારી એટેકિંગ સ્કીલ છે અને ચોથા પોઝિસન પર રમે છે અને 175 હાઇટ અને જમ્પના કારણે તેમને સફળતા મળી છે. > યશપાલસિંહ ઝાલા, કોચ
ગૌરવની વાત:8 વર્ષે વોલીબોલ રમવાની શરૂઆત કરનાર યુવાનની ગુજરાતની ટીમમાં પસંદગી થઈ
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
