ગ્રંથ પૂજનનો કાર્યક્રમ યોજાયો:ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત ગીતા ગ્રંથનું પૂજન કરાયું

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

સમગ્ર રાષ્ટ્રમાં 14 નવેમ્બરથી 20 નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા માધવ કૉમ્યુનિટી હોલ ખાતે સાહિત્ય પરિસંવાદ તથા ગ્રંથ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્ય પરિસંવાદમાં માનવીના જીવનમાં વાંચન અને પુસ્તકનું કેટલું મહત્ત્વ રહેલું છે જેનો સંવાદ થયો, વાંચન થકી જ કોઈ પણ માનવી પ્રભાવી બની શકે છે. માનવીને વિચારોના યુદ્ધમાં પુસ્તક જ શસ્ત્રો છે. એ ઉપરાંત જીવનમાં ધનબળ, શક્તિબળ, આયુષ્યબળ કરતાં પણ ચડિયાતું બળ પુસ્તક બળ છે. જેવો સંવાદ થયેલ અને ગ્રંથપૂજન કાર્યક્રમમાં ગીતાજી જેવા પવિત્ર ગ્રંથ કે જેમાં જીવનના દરેક પ્રશ્નોના જવાબ છે. તેવા ગ્રંથનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પુષ્પ વર્ષા દ્વારા પૂજન કરવામાં આવેલ. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ પણ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ડો.રાજેશભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *