
Trump Slams Diego Garcia Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આક્રમક વલણને કારણે ફરી એકવાર વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર બ્રિટનની એ યોજનાની આકરી ટીકા કરી છે, જે અંતર્ગત બ્રિટન ‘ડિયેગો ગાર્સિયા’ જેવા મહત્ત્વના ટાપુ ધરાવતા ચાગોસ દ્વીપસમૂહનું સાર્વભૌમત્વ મોરિશસને સોંપવા જઈ રહ્યું છે.
ટ્રમ્પનો આક્રોશ: યુકે-મોરિશસ કરારને ગણાવ્યો ‘મોટી મૂર્ખામી’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન અને મોરિશસ વચ્ચેના ટાપુ કરાર પર આકરી પ્રતિક્રિયા આપતાં તેને બ્રિટનની મોટી નબળાઈ ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના જ નાટો(NATO) સાથી દેશ બ્રિટન સામે સવાલો ઉઠાવ્યા છે.
