
America Greenland Issue: હાલ ગ્રીનલેન્ડનો મુદ્દો દુનિયાભર ચર્ચાઇ રહ્યો છે. અમેરિકાનો એવો દાવો છે કે રશિયા અને ચીન ગ્રીનલેન્ડ પર પ્રભાવ વધારી રહ્યા છે અને આગળ જતાં કબજો કરી લેશે જેથી અમેરિકાની સુરક્ષાને ખતરો ઊભો થશે. અમેરિકા ગમે તે ભોગે કાવાદાવા કરી ગ્રીનલેન્ડને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે જેથી પોતાના હિત સાધી શકાય, તેવામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ કહ્યું છે કે રશિયા ગ્રીનલેન્ડ આસપાસ જટિલ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રશિયા ગ્રીનલેન્ડ મુદ્દે કોઈ પણ જાતના હસ્તક્ષેપ કરવાનો ઈરાદો ધરાવતું નથી. આ દરમિયાન તેમણે એ પણ કહ્યું કે ગ્રીનલેન્ડ, ડેનમાર્કનો હિસ્સો નથી.
