
Donald Trump and Greenland : ગ્રીનલેન્ડના ભવિષ્યને લઈને અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચે ચાલી રહેલો તણાવ વ્હાઇટ હાઉસની બેઠક બાદ પણ યથાવત છે. ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોટ્ઝફેલ્ટ અને ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોક્કે રાસ્મુસેને વ્હાઇટ હાઉસમાં અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. જોકે, આ બેઠકમાં કોઈ નક્કર નિષ્કર્ષ નીકળી શક્યો નથી.
ગ્રીનલેન્ડનો અમેરિકામાં ભળવાનો સાફ ઇનકાર
બેઠક બાદ ગ્રીનલેન્ડના વિદેશ મંત્રીએ પત્રકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ અમેરિકા સાથે સહયોગ વધારવા તૈયાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બનવા માંગે છે.
