
Ahmedabad News: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી સામે હજુય આંગળી ચિંધાઇ રહી છે. ગુજરાતમાં પણ બંગાળવાળી થાય તેવી શક્યતા છે. કેમ કે, યેનકેન પ્રકારે મતદારોના નામ રદ કરવાની પેરવી ચાલી રહી છે. અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ દબાણ હટાવાતાં ઘણાં પરિવારો બેઘર બન્યાં છે ત્યારે તેમનો મતાધિકાર છિનવવવા પ્રયાસ થઇ રહ્યાં છે. દાણીલીમડા મત વિસ્તારમાં જ ભાજપના બે કાર્યકરોએ 634 ફોર્મ-7 ભરીને મતદારોના નામ રદ કરવા ભલામણ કરી છે જેના પગલે વિવાદ સર્જાયો છે.
