
Silver and Gold Price News : આજે શુક્રવારે વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના બજારમાં મનધડક વધઘટનો સિલસિલો યથાવત છે. ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં જ રોકાણકારોએ ભાવમાં ભારે વલોણું જોયું છે. 6 ફેબ્રુઆરી 2026 ના રોજ બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે સોનાના ભાવ પણ એક તબક્કે નીચે ઉતરીને ફરી રિકવર થયા છે.
MCXમાં શું છે સોના-ચાંદીની સ્થિતિ?
વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને નફાખોરીને કારણે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) માં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.
