
– ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોના-ચાંદીના ભાવ ઘટયા
– વિશ્વ બજારમાં પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ કડાકો બોલાયો: ક્રૂડતેલના ભાવ 61 ડોલરને પાર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી હતી તથા ભાવ ઉંચી ટોચ પરથી ઝડપી ગબડતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં તેજીની પીછેહટ દર્શાવી રહ્યા હતા. વિશ્વ બજાર ટોચ પરથી નીચી ઉતરતાં સ્થાનિક બજારોમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં વેચનારા વધુ અને લેનારા ઓછા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.
