
અમદાવાદ : આજે ભારત સહિત વિશ્વભરમાં ઈક્વિટી એટલેકે શેરમાર્કેટ અને સૌથી સુરક્ષિત રોકાણ ગણાતા સોના કરતા પણ વધારે બોલબાલા ચાંદીની થઈ રહી છે. ચાંદીના ભાવમાં આવી રહેલી રેકોર્ડ તેજી સામાન્ય જનતાની સાથે-સાથે અનેક દિગ્ગજ રોકાણકારોની આંખોને આંજી રહી છે. ચાંદીની આ ચળકાટ વેલ્યુ બાઈંગ છે કે પછી સટ્ટાનો ઉભરો છે તે અંગે અનેક દિગ્ગજો વચ્ચે મતમતાંર પ્રવર્તી રહ્યાં છે.
ભારતીય માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવ ૩૫૦ ટકાથી પણ વધુનો અકલ્પનીય ઉછાળો જોવા મળ્યો છે. એક સમયે ૯૦,૦૦૦ રૂપિયા કિલો વેચાતી ચાંદી હાલ ૩ લાખ ૩૫ હજારના રેકોર્ડ શિખરે પહોંચી છે.
