ચાણસ્મા સહિત ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે કરફ્યૂ જેવો માહોલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • આગ ઓકતી ગરમીમાં એસી, કુલર અને ઠંડા પીણાનો લોકોએ સહારો લીધો
  • 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં લોકોએ ઘરમાંથી નીકળવાનું ટાળ્યું
  • ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

  ચાણસ્મા પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કાળજાળ ગરમી વર્તાઈ રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

  ઉનાળાની મધ્યમાં સુર્ય જાણે કે બરાબરનો તપી રહ્યો હોય એમ તાપમાન નો પારો દિન પ્રતિદિન સતત 40 ડિગ્રી ઉપર રહેતા ચાણસ્મા તાલુકા સહિત ના લોકો માટે આટલી ભારે ગરમી અકળાવનારી અને અસહ્ય પુરવાર થઇ રહી છે.લોકો ગરમીનાં કારણે બપોરના સુમારે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે અને જેમને ન છુટકે નિકળવાનું થતું હોય તેમનાં દ્વારા મોઢા પર રૂમાલ, ટોપી, ચશ્મા તેમજ દુપટ્ટા વગેરેનો સહારો લઇને નિકળવાની ફ્રજ પડી રહી છે.

  કાળજાળ ગરમી ને અનુલક્ષીને ચાણસ્મા શહેરની અંદર આવેલ બસ સ્ટેન્ડ પાસે, મુખ્ય બજારમાં તથા હાઇવે રોડ પર શેરડીના રસની લારીઓ ગોઠવાઇ ગઇ છે તો બીજી તરફ્ લોકો ઠંડા પીણા તેમજ આઇસક્રીમ, બરફ્ના ગોળા, શરબત, છાસ, જ્યુસ સહિતની વસ્તુઓનું વેચાણ અને વપરાશ પણ વધવા લાગ્યો છે.

જોકે છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જતા રહેતા માણસોની ચામડી બાળી નાખે તેવી અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *