ચા બનાવવા બાબતની બોલાચાલીમાં આંગળિયાત પુત્ર દ્વારા પિતાની હત્યા

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized


બગસરાના મોટા મુંજીયાસર ગામે પિતાને બચાવવા પડેલી પુત્રીને પણ મારકૂટઃ ઝપાઝપીમાં આરોપી તથા તેની માતા પણ ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા

અમરેલી,બગસરા, : બગસરા પંથકમાં આવેલ મોજા મુંજીયાસર ગામે ખેત મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારમાં ચા બનાવવા જેવી તદ્દન સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા, આંગળિયાત પુત્રએ આવેશમાં આવી જઇને પોતાના સાવકા પિતાની ઘાતકી હત્યા કરી નાખતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના સુખપુર ગામના વતની અને હાલ બગસરાના મોટા મુંજીયાસર ગામે કિશોરભાઈ પટોળિયાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતાં રમણભાઈ વાલકાભાઇ કટારા (ઉ.વ. 46) પોતાના પરિવાર સાથે રહેતા હતાં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *