
– 2024ના અંતે કુલ વિદેશી દેવું 105 બિલિયન ડોલરને પાર
– દેશનાં કુલ ઘરેલું ઉત્પાદનના 39 ટકાથી પણ થોડું વધુ દેવું તોળાય છે બાંગ્લાદેશની નિકાસની કમાણીના 192 ટકા જેટલું વિદેશી દેવું છે
નવી દિલ્હી : ચીનના ‘બેલ્ટ-રોડ-ઇનિશ્યેટિવ’ જોડાયેલું બાંગ્લાદેશ અત્યારે અસામાન્ય આર્થિક કટોકટીમાં મુકાઈ ગયું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ૨૦૨૨માં શ્રીલંકામાં જેવી આર્થિક કટોકટી સર્જાઈ હતી તેવી કટોકટી અત્યારે બાંગ્લાદેશ સહન કરી રહ્યું છે.
શ્રીલંકા સ્થિત એશિયન ન્યૂઝ પોસ્ટે આંકડાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અત્યારે ભારે વિદેશી લોનના ફાંસલામાં ફસાયું છે.
