
USA Plan Against China : ચીનના એકાધિકારને પડકારવા અને ગ્લોબલ સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા માટે અમેરિકાએ એક ઐતિહાસિક વ્યૂહરચના તૈયાર કરી છે. વોશિંગ્ટનમાં યોજાયેલી ‘ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ’ બેઠકમાં અમેરિકાએ 50 દેશોના એક શક્તિશાળી ટ્રેડિંગ બ્લોકનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બ્લોકનો હેતુ લિથિયમ, કોબાલ્ટ અને નિકલ જેવા દુર્લભ ખનીજોના ઉત્પાદન અને કિંમતો પર ચીનના નિયંત્રણને ખતમ કરવાનો છે.
શું છે અમેરિકાનો ‘પ્રાઈસ ફ્લોર’ પ્લાન?
અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું કે ચીન અત્યાર સુધી બજારમાં સસ્તા ભાવે ખનીજો ડમ્પ કરીને અન્ય દેશોની કંપનીઓને બરબાદ કરવાની નીતિ અપનાવતું હતું.
