
– મ્યાંમારમાં ઓનલાઈન છેતરપિંડી માટે સપ્ટેમ્બરમાં દોષી ઠર્યા હતા
– હત્યા, છેતરપિંડી, અપહરણ, ડ્રગ્સ રેકેટ જેવી ગુનાખોરી માટે કુખ્યાત મિંગ ફેમિલી ગેંગમાં એક સમયે 10 હજાર મેમ્બર્સ સક્રિય હતા
– મિંગ પરિવારની ગુનાખોરીનું 43 અબજ ડોલરનું સામ્રાજ્ય હતું
બેઈજિંગ : મ્યાંમારમાં ઓનલાઈન છેતરપિંડીના અબજો ડોલરના કૌભાંડમાં ચીને ૧૧ લોકોને ફાંસીની સજા આપી હતી. છેતરપિંડી, હત્યા, અપહરણ જેવા આરોપ હેઠળ ૨૦૨૩થી આ કેસ ચાલતો હતો. નીચલી કોર્ટે ફાંસીની સજા આપી હતી તેની સામે ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
