
China Coup Attempt: ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સનસનીખેજ અહેવાલો સામે આવ્યા છે. કેનેડામાં રહેતા ચીની લેખિકા શેંગ શુએના દાવા મુજબ, આ લોહિયાળ સંઘર્ષમાં 9 સુરક્ષા જવાનોના મોત થયા છે.
જિંગશી હોટલમાં લોહિયાળ અથડામણ
ચીની લેખિકા શેંગ શુએના જણાવ્યા અનુસાર, 18 જાન્યુઆરીની સાંજે ચીની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ શી જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની યોજના બનાવી હતી. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં રોકાવાના હતા.
