
TMC vs BJP Clash in Kolkata: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના દક્ષિણ-પશ્ચિમ સરહદી વિસ્તાર સખેરબજારમાં રવિવારે સાંજે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સમર્થકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. એક સ્થાનિક ક્લબ દ્વારા માઈક્રોફોનના ઉપયોગને લઈને શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસામાં ફેરવાઈ ગયો હતો.
વિવાદનું કારણ અને અથડામણ
ભાજપે દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ જોરશોરથી ગીતો વગાડીને તેમની બેઠકમાં અવરોધ ઊભો કર્યો હતો અને કાર્યક્રમ સ્થળ પર પોતાની પાર્ટીના ઝંડા લગાવી દીધા હતા. આ પછી ભાજપના કાર્યકરોએ કથિત રીતે ટીએમસી નેતા સુધીપ પૌલીના કાર્યક્રમ સ્થળ પર તોડફોડ કરી હતી.
