ચોરીનો ભેદ ઉકેલાયો:વાવના કુંભારડીમાં મામાના ઘરમાંથી 22.48 લાખની ચોરી કરનાર ભાણો ઝબ્બે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વાવ તાલુકાના કુંભારડી ગામમાં મામાના ઘરમાંથી થયેલી રૂ. 22.48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ થરાદ પોલીસે ઉકેલી લીધો છે. સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા બાદ બાઈક લઈને તેને વેચવા નીકળેલા ભાણાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદ પોલીસ બુધવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે કાળુ ઉર્ફે હિતેષભાઈ મેઘરાજભાઈ રબારી(રહે .પીલુડા, તા.થરાદ)ને બાઈક નંબર જીજે-08-ડીઆર-7110 લઈને દાગીના વેચવા થરાદ જતો હતો.ત્યારે થરાદના ટોડાની પાળ નજીકથી ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા થેલામાંથી સોના-ચાંદીના દાગીના મળતાં તે બાબતે પુછપરછ કરતા આરોપી હિતેષભાઈ મેઘરાજભાઈ રબારીએ કબૂલ્યું હતું કે, તેણે 17 નવેમ્બર 2025 ની રાત્રે પોતાના મામા રાણાભાઈ જગમાલભાઈ રબારી(રહે.કુંભારડી, તા. ધરણીધર)ના ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ.22.48 લાખના દાગીના સહિત રૂ. 23.03 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *