છગનભાઈની ચાલીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોનો વોર્ડ કચેરીએ મોરચો

📅 Published: February 2, 2026 | 📂 Category: Uncategorized

શહેરના વાર્ડ નંબર ૮માં સમાવિષ્ટ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા પાસે આવેલી છગનભાઈની ચાલી વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા છેલ્લા ઘણા દિવસોથી યથાવત છે.

આ મુદ્દે તાજેતરમાં રહીશોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો, છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા આજે સામાજિક કાર્યકરની આગેવાનીમાં રહીશો વોર્ડ નંબર ૮ની કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા.

રજુઆત માટે કચેરીએ પહોંચેલા રહીશોને ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતા ભારે નારાજગી જોવા મળી હતી. રહીશોનું કહેવું છે કે, છેલ્લા ઘણાદિવસોથી ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *